home share

કીર્તન મુક્તાવલી

(૧) વા’લા રુમઝુમ કરતા કાન મારે ઘેર આવો રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

આ. સં. ૧૮૭૪-૭૫, ઈ. સ. ૧૮૧૮. વડોદરાના એકવીસ વર્ષના યુવાન તેજસ્વી રાજા સયાજીરાવ ગાયકવાડ ગોપાળાનંદ સ્વામીની પ્રતિભાથી આકર્ષાયા, સત્સંગના રંગે રંગાયા. પરંતુ તેમના દિવાનનું વડોદરા રાજ્યમાંથી સત્સંગને નિર્મૂળ કરવાનું સ્વપ્ન હતું.

આ જ અરસામાં વરતાલમાં શ્રીજીમહારાજ પાસે શાસ્ત્રાર્થમાં પરાજય પામેલા વેદાંતાચાર્ય વડોદરામાં આવ્યા. વેદાંતાચાર્ય દ્વેષી હતો. દિવાનજીએ અને વેદાંતાચાર્યે ભેગા મળીને ફરી ભગવાન સ્વામિનારાયણના સંતો સાથે શાસ્ત્રાર્થ કરવાનું નકકી કર્યું.

તેમણે સરકાર સયાજીરાવને વાત કરી. સરકારને આ બાબતમાં રસ નહોતો પરંતુ સંમત થયા. સયાજીરાવ સરકારે સત્સંગીઓને બોલાવ્યા. તેમણે કહ્યું, “મહારાજની આજ્ઞા આવી હોવાથી ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ પધાર્યા છે. હવે તેમને વડોદરા પાછા આવવાની મહારાજની આજ્ઞા મળે તો જ તેઓ વડોદરા પાછા આવે. મહારાજ અત્યારે ગઢપુર બિરાજે છે. એટલે ત્યાં આપણે ખબર મોકલીએ.”

સરકારે તરત જ કહ્યું, “મારતે ઘોડે કાસદને ગઢપુર મોકલાવો. બે દિવસમાં સ્વામી અહીં આવવા જોઈએ. અગર મહારાજની ઇચ્છા હોય તો બીજા કોઈ વિદ્વાન સંતને મોકલે જેથી આ વેદાંતાચાર્યનો દંભ ખુલ્લો પડે.”

વડોદરાના સત્સંગીઓએ ત્યાંના પ્રભુદાસ ભક્તને તૈયાર કર્યા. સારો અશ્વ આપ્યો અને મહારાજ ઉપર પત્ર લખ્યો: “અહીં વેદાંતાચાર્ય આવ્યા છે. વરતાલની સભામાં તેનો પરાજય થયો હતો છતાં દ્વેષથી તે કહે છે કે સ્વામિનારાયણનો મેં પરાજય કર્યો. તેની સાથે વીસનગરના દ્વેષી મહંત પણ ભળ્યા છે અને વડોદરાનો દીવાન પણ ભળ્યો છે. સરકાર આગળ વાત ગઈ એટલે સરકારે અમને બોલાવ્યા. તેમણે કહ્યું: સ્વામી ગોપાળાનંદ અથવા બીજા કોઈ વિદ્વાન સંતને તરત જ અહીં બોલાવો.”

પ્રભુદાસ ભક્ત આ પત્ર લઈ તે જ દિવસે ત્યાંથી નીકળ્યા. પ્રભુદાસે મહારાજને દંડવત્ કરી પત્ર આપ્યો. પત્રમાં લખેલી હકીકત સાંભળી મહારાજ હસ્યા. તેમણે સભામાં કહ્યું, “વેદાંતાચાર્યનો વરતાલમાં પરાજય થયો. પછી નડિયાદમાં પણ તે નિત્યાનંદ મુનિ સામે આવ્યા નહીં અને હવે કહે છે મેં સ્વામિનારાયણનો પરાજય કર્યો છે. વડોદરામાં સભા ગોઠવી છે. સયાજીરાવ સરકારની ખાસ વિનંતી છે કે કોઈ વિદ્વાન સંતને મોકલો. એટલે મુક્તમુનિ વડોદરા જાય અને વેદાંતાચાર્યનો પરાભવ કરે.”

આ સાંભળી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું, “મહારાજ! આ વેદાંતાચાર્યને હું કેમ જીતી શકીશ? એ મહાવિદ્વાન છે ને હું તો ફક્ત ભાગવત જ ભણ્યો છું.”

મહારાજે તરત જ કહ્યું, “વિદ્વત્તાનું ફળ સાધુતામાં અને ગુરુકૃપામાં છે. તેનામાં પંડિતાઈનો ગર્વ છે, દંભ છે. તમે સાધુતાની મૂર્તિ છો. વળી, તમારા ઉપર અમારી કૃપા છે. એટલે વેદાંતાચાર્યને જીતવો તમારે માટે લેશમાત્ર કઠણ નથી. અમારા આશીર્વાદ છે. તમે જાઓ. તમારો દિગ્વિજય થશે.”

મહારાજની આજ્ઞા હોવાથી મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સાથે વડોદરા જવા તૈયાર થયા.

 

મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સાથે વડોદરા પહોંચી ગયા. નાથ ભક્તના વાડામાં જ્યાં હરિમંદિર કર્યું હતું ત્યાં ઊતર્યા. તરત જ સયાજીરાવ સરકારને સમાચાર મોકલાવ્યા કે ગઢપુરથી મહારાજે મુક્તાનંદ સ્વામીને વેદાંતાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કરવા મોકલ્યા છે. તે સમાચાર સાંભળી સરકારે ભાઉ પુરાણિકને બોલાવ્યા. તેમને કહ્યું, “આપણે આજે સાંજે મુક્તાનંદ સ્વામીનાં દર્શને જવું છે તો રામચંદ્ર વૈદ્ય, શોભારામ શાસ્ત્રી, નારુપંત નાના, બાપુસાહેબ, ચીમનરાવ શાસ્ત્રી વગેરેને ખબર આપજો. કાલે સભા આપણા દેવઘરમાં જ રાખવાની છે. ત્યાં તમામ તૈયારીઓ કરી લેવાની છે.”

સયાજીરાવ પોતાના મુખ્ય મુખ્ય અધિકારીઓને લઈને વાડીમાં મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરવા આવ્યા. સ્વામીનાં દર્શન કરીને તેમના અંતરમાં અપૂર્વ આનંદનો અનુભવ થયો. તેમણે વિચાર્યું કે જે દર્શનમાત્રથી જ અંતરમાં શાંતિ કરી દે તે સંતની સાધુતા જ વેદાંતાચાર્યનો પરાભવ કરશે.

તેમણે સ્વામીને વેદાંતાચાર્યે વહેતી મૂકેલી વાતો કરી. તે સાંભળી સ્વામી હસ્યા. તેમણે શાંતિથી કહ્યું, “સરકાર! વેદાંતાચાર્ય વરતાલ આવ્યા ત્યારે હું પણ ત્યાં જ હતો. સભામાં મહારાજે તેને વેદના બાર મહાવાક્યના યથાર્થ ઉત્તર કરવા કહ્યું, પણ તે સમજાવી શક્યા નહીં. બીજા પ્રશ્નોના ઉત્તર પણ તે આપી શક્યા નહીં. છતાં મહારાજે તેના બ્રાહ્મણત્વનું ગૌરવ ન હણાય તેથી પુરસ્કારમાં બસો રૂપિયા અપાવ્યા હતા. પણ નડિયાદ જઈને ગમે તેમ બોલવા લાગ્યા. ત્યારે મહારાજે નિત્યાનંદ સ્વામીને નડિયાદ મોકલ્યા. પરંતુ નિત્યાનંદ સ્વામીની સન્મુખ જ તે જઈ શક્યા નહીં. આ હકીકત છે. પછી તે પોતાનો દંભ દેખાડવા ગમે તે વાત કરે તેથી ભરમાવાની જરૂર નથી.”

સયાજીરાવ યુવાન હતા, તેમની બુદ્ધિ તીવ્ર હતી. તે બધી જ પરિસ્થિતિ સમજી ગયા. તેમણે તરત જ ભાઉ પુરાણિકને કહ્યું, “શહેરમાં જાહેર કરો. આવતી કાલે દેવઘરમાં સભા થશે. શાસ્ત્રાર્થ ફક્ત મુક્તાનંદ સ્વામી અને વેદાંતાચાર્ય એ બે વચ્ચે જ થશે. પરંતુ શહેરના તમામ વિદ્વાનો જે રાજ્યનું વર્ષાસન ભોગવતા હોય તેમણે સભામાં આવવાનું છે. આ બંને વચ્ચે શાસ્ત્રાર્થ થઈ રહ્યા બાદ જે કોઈ વિદ્વાનને પ્રશ્ન પૂછવા હોય તે માધ્યસ્થ તરીકે જે હોય તેની પરવાનગી લઈને પ્રશ્ન પૂછે. પરંતુ તે શાસ્ત્રાર્થમાં પણ જો તે વિદ્વાનનો પરાજય થશે, તો તેનું વર્ષાસન બંધ કરવામાં આવશે.”

બીજે દિવસે માંડવી પાસે સરકારના મહેલના દેવઘરમાં સભા ગોઠવી. વેદાંતાચાર્ય અને મુક્તાનંદ સ્વામી માટે સામસામી પાટો ગોઠવી. ચીમનરાવ શાસ્ત્રી તથા ભાઉ પુરાણિકને માધ્યસ્થ તરીકે નીમ્યા. તેમના માટે બે ગાદીઓ ગોઠવી.

સવારે નવ વાગે દેવઘરની પૂજાવિધિ પત્યા પછી સભાનો કાર્યક્રમ ગોઠવ્યો. મુક્તાનંદ સ્વામી સંતમંડળ તથા હરિભક્તો સાથે વાડીમાંથી ચાલતા ‘વ્હાલા રૂમઝૂમ કરતા કાન...’ વગેરે કીર્તનો બોલી હરિકીર્તન કરતાં કરતાં માંડવીમાં પધાર્યા. વેદાંતાચાર્યની પણ વિઠ્ઠલરાવ દીવાને એવી જ ધામધૂમથી પધરામણી કરાવી. તેની સાથે બીજા વૈરાગી બાવાઓ પણ હતા. પરંતુ સરકારના હુકમથી તેમને સભામાં પેસવા દીધા નહીં. અન્ય શાસ્ત્રીઓ, નાગરિકો, રાજ્ય અમલદારોથી સભા ચિક્કાર થઈ ગઈ.

મુક્તાનંદ સ્વામીએ સરકારના દેવઘરમાં પ્રતિષ્ઠિત કરેલા દેવને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી મનોમન મહારાજને પ્રાર્થના કરી. તેમનું સૌમ્ય સ્વરૂપ, તપ અને બ્રહ્મચર્યનું ઓજસ, ભક્તિની માદકતા, આ બધું જોઈ સભાજનો મુગ્ધ થઈ ગયા. જ્યારે સામે બેઠેલા વેદાંતાચાર્ય તો સભામાં આવી તરત જ પાટ ઉપર બેસી ગયા. તેના મુખ ઉપર દંભ અને રોષ વધુ દેખાતા હતા. ભાઉ પુરાણિક અને ચીમનરાવ શાસ્ત્રી માધ્યસ્થ તરીકે બેઠા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, “પ્રભુપ્રાર્થના અને શાંતિપાઠથી આપણે સભાની શરૂઆત કરીએ.”

તે વિધિ પત્યો એટલે મુક્તાનંદ સ્વામીએ વેદાંતાચાર્ય સન્મુખ જોયું. વેદાંતાચાર્ય સ્વામીને ઓળખી ગયો. વરતાલમાં સભા વખતે આ સ્વામી હાજર હતા. તેની પોલ અહીં જ ખુલ્લી થશે. તેના અંતરમાં બીક લાગી.

સ્વામીએ પણ તેના મનના વિચારો જાણી લીધા હોય તેમ કોઈ પણ પ્રકારની શાસ્ત્રાર્થ સંબંધી ચર્ચા કર્યા વિના વરતાલની હકીકતથી જ સભાજનોને વાકેફ કરવા નક્કી કર્યું. તેમણે વેદાંતાચાર્યને કહ્યું, “આચાર્યજી! આપ વરતાલ આવ્યા હતા. સભા થઈ હતી. તે વખતે ભગવાન સ્વામિનારાયણે તમને વેદનાં બાર મહાવાક્યોનો અર્થ પૂછ્યો હતો તે યાદ છે? વળી, વેદની ઉત્પત્તિ કેવી રીતે છે તે પણ પ્રશ્ન પૂછ્યો હતો અને અક્ષર સંબંધી પણ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નોના ઉત્તર તમે આપી શક્યા હતા? જો શાસ્ત્રચર્ચા કરવી હોય, તો આ પ્રશ્નોથી જ આપણે શરૂઆત કરીએ.”

આ સાંભળી વેદાંતાચાર્યના હોશકોશ ઊડી ગયા. તેનાં અંગ ઉપરથી જાણે લોહી ઊડી ગયું હોય તેમ તેની કાયા નિસ્તેજ થઈ ગઈ. શરીરે પરસેવો વળવા લાગ્યો. વિઠ્ઠલરાવ દીવાન આ જોઈ રહ્યો. બીજા વિદ્વાનો પણ નિસ્તેજ બની ગયેલા વેદાંતાચાર્યની સામું જોઈ રહ્યા. તેમને પ્રતીતિ થઈ કે આ આચાર્યે આખા ગામને ખોટી હકીકત કહી ભરમાવ્યું છે. તેઓ બધા ઉશ્કેરાઈ ગયા. પરંતુ તેઓ કાંઈ પણ બોલે તે પહેલાં જ સ્વામીએ કહ્યું, “આચાર્ય! બોલો, આ દેવઘર છે. દેવને સાક્ષી રાખીને આ સભા સમક્ષ સત્ય વાત જણાવી દ્યો.”

આ સાંભળી બંને માધ્યસ્થોએ વેદાંતાચાર્યને પૂછ્યું, “આચાર્યજી! સત્ય હકીકત કહી દ્યો. આ ધર્મસભા છે અને તમે પણ ધર્મના આચાર્ય છો.”

વેદાંતાચાર્યે વીલે મોઢે કહ્યું, “સ્વામી કહે છે તે વાત સાચી છે. સ્વામિનારાયણ ભગવાન મહાન છે. મારા પરાજયનો ડંખ મને ન બેસે, વળી મારા બ્રાહ્મણત્વનું, આચાર્યપણાનું માન સચવાય એટલે તેમણે મને બસો રૂપિયા પુરસ્કાર તરીકે આપ્યા હતા. મેં કેવળ દ્વેષથી અને બીજાએ ભરમાવ્યો તેથી આવી વાત વહેતી મૂકી હતી.”

વિઠ્ઠલરાવ દીવાન આ સાંભળી લાલચોળ થઈ ગયો, “જૂઠા! હરામખોર! મને પણ તે છેતર્યો? મારી આગળ કપટ કર્યું?”

તરત જ ભાઉ પુરાણિકે કહ્યું, “દીવાન સાહેબ! આ ધર્મસભામાં આવા શબ્દો શોભે નહીં. તમો દીવાન છો પરંતુ માધ્યસ્થ તરીકે અમે છીએ એટલે આ સભામાં તો સભાના નિયમાનુસાર બોલવું પડે.”

આવી રીતે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કર્યો અને મહારાજની આજ્ઞા પાડીને રાજી કર્યા.

[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪]

(1) Vā’lā rumjhum kartā kān māre gher āvo re

Sadguru Muktanand Swami

Samvat 1874-75 (Year 1818). The 21 year old, bright Sayājirāv Gāyakwād of Vadodara was impressed by Gopalanand Swami and became a satsangi. His minister, however, dreamed of uprooting Satsang from Vadodara completely. During this time, the Vedantacharya, who lost in a debate with Shriji Maharaj in Vartal, came to Vadodara. He also shared the same opposing views as the minister. The two met and decided to debate with Bhagwan Swaminarayan’s sadhus again. They spoke to Sarkār Sayājirāv. Though uninterested, he consented to their request. Sayājirāv called the satsangis and they said, “Gopalanand Swami went to Umreth because of Maharaj’s command. He would not come back to Vadodara without Maharaj’s command to return. Maharaj is currently in Gadhpur, so let’s send a message there.”

Sarkār agreed, “Send a messenger by horse. We need Swami to return in two days. If Maharaj desires, he can send another scholar sadhu to expose this Vedantacharya’s hypocrisy.”

The satsangis of Vadodara immediately sent Prabhudas on a horse with a letter: “The Vedantacharya is here in Vadodara. Although he was defeated in Vartal, he claims he defeated Swaminarayan. The mahant of Visnagar and the minister of Vadodar also support his false claims. His claims went to the Sarkār and he called us. He is asking for Gopalanand Swami’s return immediately.” Prabhudas arrived in Gadhpur and offered prostrations to Maharaj. He explained the letter to Maharaj. Maharaj announced that Mukta Muni should go to Vadodara and defeat the Vedantachayra.

Muktanand Swami said, “Maharaj, how can I defeat the Vedantacharya? He is a great scholar and I have only studied the Bhagwat.”

Maharaj said, “You are the murti of saintliness. The fruit of schlolarship is in the blessing of the guru. You have my blessings. He will be defeated easily. Go and be victorious.”

Muktanand Swami was ready to follow Maharaj’s command. He reached Vadodara and stayed in the harimandir in Nath Bhakta’s property. Sayājirāv was sent a message that Muktanand Swami had arrived. Sayājirāv went for Muktanand Swami’s darshan and felt peace. He decided to host the debate the next day. Sayājirāv asked Bhau Puranik, “Announce in the city that the debate will take place between Muktanand Swami and the Vedantacharya only. All the scholars funded by the government should attend. They can ask questions if permitted by the moderators.” Sarkār appointed Chimanrav Shastri and Bhau Puranik as the two moderator.

The next day, the debate was held in the home mandir of Sarkār’s palace.

At 9 am, Muktanand Swami and the group of sadhus and devotees came walking to the palace while Muktanand Swami sang ‘Vhālā rum-zum karatā kān...’ and other kirtans. The minister also received the Vedantacharya with the same fanfare. Muktanand Swami bowed to the murtis installed his the Sarkār’s home mandir and prayed mentally to Maharaj. In contrast, the Vedantacharya just sat on his seat immediately upon arriving. Muktanand Swami started the debate by singing a prārthanā and verses of peace.

The Vedantacharya recognized that Muktanand Swami was present in the Vartal debate and became fearful he would be exposed. Swami also realized this. Without starting the debate, Swami reminded the assembly about how the Vedantacharya was defeated by Maharaj. The Vedantacharya lost all his color and started perspiring. The minister looked on. The other scholars realized the Vedantacharya spread false accusations and became angry. Before anyone could scold the Vedantacharya, Swami asked the Vedantacharya to speak the truth in the holiness of the mandir.

Vedantacharya admitted his guilt with a solemn face, “What Swami says is true. Bhagwan Swaminarayan is great. I was hurt by being defeated. Bhagwan Swaminarayan gave me 200 rupees even though I was defeated; yet I spread lies.”

The minister angrily said, “You senseless fool. You tried to deceive me!” Bhau Puranik interrupted the minister from using foul words. Muktanand Swami defeated the Vedantacharya without a debate and pleased Maharaj by following his command.

[Bhagwan Swaminarayan: Part 4]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase